2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો ખેડૂતોને માટે કરશે આ મહત્વનું કાર્ય, જાણો વિગતે

Published on: 2:33 pm, Wed, 8 December 21

અમદાવાદના એલિસબ્રીજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે ગઇકાલે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા સુખરામ રાઠવા ના પ્રદગ્રહણ સમારોહમાં કોંગ્રેસ માં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેમ કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. જગદીશ ઠાકોર એ

પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે 2022 માં ગાંધીનગરની ગાદી ઉપર કોંગ્રેસ આવશે તો પહેલી કેબિનેટ મીટિંગમાં કોરોના ના ભોગ બનેલાઓના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે અને ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે.

એટલું જ નહીં પણ વિધવાઓને ઓનલાઈન ફોર્મ ભરવાના બદલે ગ્રામ સેવકો ઘરે જઈને વિધવા સહાય પૂરી પાડશે. આ તકે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ મતભેદ નથી અને આવતી ચૂંટણીમાં કોંગ્રેસે એક ટીમ તરીકે ચૂંટણીમાં ઉતરશે.જગદીશ ઠાકોર એ

પોતાના વક્તવ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું નામ લીધા વગર ઇશારો કર્યો હતો કે સામેના પ્રમુખ છે તેના ઉપર 108 કેસ છે. ભાજપને કોઈ માઈનો લાલ ન મળ્યો કે 108 કેસવાળા ને બેસાડ્યો? 108 કેસવાળો બોલે છે કે ખબરદાર એક પણ રખડતી ગાય હોય તો!

એલા હવે રખડતી થઈ ગઈ, જવાબદારી તમારી છે.ગુજરાતના 50 લાખથી પણ વધુ બેરોજગારોને ભાજપ સરકારે માત્ર આંબા-આંબલી દેખાડયા છે. તેમને કહ્યું કે કોંગ્રેસની સરકાર બનશે તો યુવાનોને વિનામૂલ્યે પ્રશિક્ષણ આપવામાં

આવશે. તેમને વધુમાં એમ કહ્યું કે ચુંટણી જ્યારે જાહેર કરવી હોય ત્યારે કરે અમે તૈયાર છીએ. અત્યારે તૈયાર કરો તો અત્યારે જાહેર કરી દઈએ 182 નું લીસ્ટ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો ખેડૂતોને માટે કરશે આ મહત્વનું કાર્ય, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*