દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બાળકો માટે એક ખુશીના સમાચાર. પોસ્ટ ઓફિસમાં MIS એક એવી સ્કીમ છે જેનાથી બાળકોને ફાયદો થશે. સ્કીમ હેઠળ તમારે એક રકમ જમા કરાવવાની રહેશે ત્યારબાદ દર મહિને તમને ઇન્ટરેસ્ટ નો લાભ મળશે.
આ એકાઉન્ટ ખોલાવવા માટે બાળકની ઉંમર 10 વર્ષ કરતા વધારે હોવી જોઈએ. જો તમે બાળકના નામે આ એકાઉન્ટ ખોલાવવા માંગો છો તો દર મહિને મળતી INTEREST INCOME થી ટ્યુશન ફી જમા કરી શકાય છે. આ એકાઉન્ટ તમને કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખોલી આપશે.
આ એકાઉન્ટમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. હાલમાં એકાઉન્ટ માટે ઇન્ટરેસ્ટ રેટ 6.6% છે.
આ એકાઉન્ટ તમે સિંગલ અને ત્રણ એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી છે તો તેમના માતા-પિતા પણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમ પાંચ વર્ષની હોય છે. ત્યારબાદ તેને બંધ કરી શકો છો.
જો તમે આ એકાઉન્ટ ખોલાવ્યું છે અને 2 લાખ રૂપિયા જમા કર્યા છે તો દર મહિને 6.6 ટકાના ઇન્ટરેસ્ટ રેટે 1100 રૂપિયા આવશે. જો તમે 2 લાખ જમા કરાવ્યા હશે તો તમને 5 વર્ષ પછી તે પૈસા રિટર્ન થઈ જશે.
પાંચ વર્ષમાં કુલ 66 હજાર રૂપિયા ઇન્ટરેસ્ટ આવશે. બાળકોને આ સ્કીમથી શિક્ષણમાં ઘણો ફાયદો થઈ શકે છે. જો આ એકાઉન્ટમાં 3.50 લાખ રૂપિયા જમા કરવામાં આવે તો દર મહિને 1925 રૂપિયા વ્યાજ મળશે.
અને જો આ સ્કીમમાં વધુમાં વધુ લિમિટ 4.5 લાખ જમા કરવામાં આવશે તો દર મહિને 2475 રૂપિયા વ્યાજ મળશે. આ રકમ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે મોટી કહી શકાય છે.આ પૈસાથી બાળક સ્કુલે ફી, ટ્યુશન ફી અને બીજો સ્ટેશનરી ખર્ચો કાઢી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment