રાજકોટ જિલ્લામાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે. રાજકોટ માં છેલ્લા થોડા દિવસોથી કોરોના ના 1500 થી પાર થઈ ગયા છે જ્યારે રાજકોટના એક જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે.
કોરોના ને રોકવા માટે લોધીકા તાલુકાના માખવાડ ગ્રામ પંચાયત દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના માખાવાડ ગામમાં લોકડાઉન સમય દરમિયાન કોઈ બહાર નીકળશે તો ફોજદારી કરવામાં આવશે.
જયારે માખાવડ ગામ કોરોના ના કેસ આવતા જ આકરો નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષ ગામમાં એક પણ કેસ આવ્યા ન હતા. માખવાડ ગામ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.
કોરોના ના કેસ વધતા રાજકોટ જિલ્લાના ગામડાઓ સતર્ક થયા હતા.રાજકોટમાં કોરોના ની ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે.
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પોઝિટિવ કેસ ની સંખ્યા 1600 ને પાર થઈ ગઈ છે તેમજ કોરોના મોત ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
શહેર માં અત્યાર સુધીમાં 24917 કેસ નોંધાયા છે અને શહેર માં છેલ્લા 24 કલાક માં 52 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વાર રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment