મરવાનો થયો લાગે છે…! આ વ્યક્તિ મગર સાથે રમી રહ્યો હતો ખતરનાક રમત, ત્યારે અચાનક જ મગરે કાંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 4:18 pm, Thu, 11 May 23

Viral video Crocodile: સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. મિત્રો મગરનું(Crocodile) નામ પડે એટલે ભલભલા લોકોને પરસેવો છૂટી જતો હોય છે. મગર એક એવું પ્રાણી છે કે જો કોઈ તેની પકડમાં આવી ગયું તો તેને છોડવો મુશ્કેલ બની જતું હોય છે.

પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ આવા ખતરનાક મગર સાથે ખતરનાક રમતો રમવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને ભલભલા લોકોના હૃદયના ધબકારા વધી ગયા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ મગર સાથે ખતરનાક રમત રમતો નજરે પડી રહ્યો છે. જો આ વ્યક્તિથી જરાક પણ ભૂલ થાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ વગરના મોંમાં પોતાનો હાથ રાખ્યો છે અને પોતાનું મોઢું મગરના મોઢા ઉપર મૂક્યું છે.

ત્યારે અચાનક જ મગર પોતાનું મોઢું બંધ કરી દે છે. સદનસીબે આ ઘટનામાં યુવક મગર મોઢું બંધ કરે તે પહેલા પોતાનો હાથ બહાર કાઢી લે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં આસપાસ ઉભેલા લોકોની ચીસો નીકળી ગઈ હતી.

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @1secB4disaster નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 6,00,000 થી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વીડિયો જોઈને ઘણા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો