દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા ડોક્ટરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવી લીધું છે. મહિલા ડોક્ટરે સુસાઇડ નોટ લખીને મકાનના સેલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃત્યુ પામેલી મહિલા ડોક્ટરનું નામ નિશા ભાયલ હતું અને તેમની ઉંમર 25 વર્ષની હતી.
હોળીની રજા મનાવીને ગુરુવારના રોજ તેઓ પોતાની ડ્યુટી પર આવી ગયા હતા. દિવસ દરમિયાન ડ્યુટી કર્યા બાદ તેઓ સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં આવ્યા હતા. પછી તો લગભગ 8 વાગી ગયા છતાં પણ મહિલા ડોક્ટરે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. રાત્રે 9:00 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો નિશાને ફોન કરી રહ્યા હતા પરંતુ તે ફોન પણ ઉપાડતી ન હતી.
ત્યારે પરિવારજનોએ નિશાની નજીકમાં રહેતા અન્ય લોકોને ફોન કરીને નિશા પાસે જવાનું કહ્યું હતું. પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેઓએ નિશાના રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ તે દરવાજો ખોલી રહી ન હતી. ઘણો સમય થઈ ગયો છતાં પણ દરવાજો ખોલ્યો નહીં તેથી મકાન માલિકે પથ્થર વડે બારી તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો.
ત્યારે રૂમમાંથી નિશાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પછી પોલીસે પંચનામું કર્યા બાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ મહિલા ડોક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
મહિલા ડોક્ટર પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી ન હતી. પરંતુ એક ડાયરીના પાછલા પાના પર લખેલો એક પત્ર મળી આવ્યો હતો. પત્ર વાંચતા એવું લાગી રહ્યું છે કે મહિલા ડોક્ટરે મૃત્યુ પહેલા આ પત્ર લખ્યો હશે. આ ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. નિશા જિલ્લાની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી હતી.
મળતી માહિતી અનુસાર નિશાય પત્રમાં લખ્યું હતું કે, હું દેખાવમાં સુંદર નથી. હું જે કરું છું તે ખોટું છે. હું ખૂબ જ પરેશાન છું જીવનમાં કાંઈ સારું થતું નથી. સુસાઇડ કરવાની ઈચ્છા થાય છે. સામેથી આવતા વાહન સાથે અથડાઈને સુસાઇડ કરવાની ઈચ્છા થાય છે. જ્યારે હું રૂમમાં હતી ત્યારે સીલીંગ ફેન પર મને લટકવાનું મન થયું હતું. મારા માતા પિતાએ ઘણી બધી મહેનત કરીને મને ભણાવી છે. તે મારા માટે એનું ઋણ છે. એટલા માટે હું રોકું છું. પરંતુ હું હંમેશા વિચારું છું કે આ સમયે મારે મારો જીવ આપવો જોઈએ…
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment