સુરતમાં ડિંડોલી વિસ્તારમાં વહેમીલા પતિએ બેડરૂમમાં પોતાની પત્ની પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો અને ત્યારબાદ બારીમાંથી ભાગી ગયો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર પતિનું નામ સુરભા છે. સુરભા પોતાની પત્ની પર અફેરની શંકા રાખીને દીકરાને કહેતો હતો કે, તું તારે મમ્મીનો જીવ લઈ લે, હું તને જામીન પર છોડાવ્યા, નહીતર હું તેનો જીવ લઈ લઈશ.
આ ઘટના સુરતની ડિંડોલી વિસ્તારમાં આવેલી વૃંદાવન રેસીડેન્સી માં બની હતી. મળતી માહિતી અનુસાર સુરભા નામના વ્યક્તિએ પોતાની પત્ની રીના પર અફેરની શંકા રાખીને તેનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર દોઢ મહિનાથી અફેરની શંકાને લઇને બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સુરભાનો પુત્ર દુકાને નાસ્તો લેવા ગયો હતો અને તેમની દીકરી બાથરૂમમાં ગઈ હતી. ત્યારે સુરભાએ બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો અને ધારદાર વસ્તુઓ વડે પોતાની પત્નીનો જીવ લઇ લીધો હતો. અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને પુત્રએ પોતાના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. પુત્રની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર દોઢ મહિના પહેલા સુરભાને પોતાની પત્નીના અફેર ચાલુ છે તેવી માહિતી મળી હતી. ત્યારબાદ સુરભાએ પોતાના પુત્ર વિક્રમ પાસે જઈને કહ્યું હતું કે, તારી મમ્મીનો બહાર કોઈ પુરુષ સાથે અફેર છે.
સમાજમાં કોઇને જાણ થશે તો આપણી બદનામી થશે એટલે તું તારી મમ્મીનો જીવ લઈ લે હું તને જામીન પર છોડાવ્યા લઈશ. ત્યારે વિક્રમ એ પિતાની વાતને નકારી હતી. ત્યારે પિતાએ પુત્રને કહ્યું હતું કે તું જીવ નહિ લે તો હું જીવી લઈશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment