હાલમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઝારખંડમાં પત્નીના પ્રેમ સંબંધની પતિને ખબર પડતાં પતિએ પત્નીનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઝારખંડના ચક્રધપુરમાં બની હતી આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર મનોરંજન દત્તા નામના વ્યક્તિએ પોતાની પત્ની અનામિકા દત્તાનો જીવ લઈ લીધો છે. આ સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી મહિલાના દીકરાએ પોતાના પિતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મનોરંજન દત્તાની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં મનોરંજન દત્તાએ જણાવ્યું કે, મંગળવારના રોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ને મારી પત્ની અનામિકાનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર અનામિકા દત્તાનું એક રેલવે કર્મચારી સાથે અફેર ચાલતું હતું. એટલું જ નહીં પરંતુ અનામિકા દત્તા વ્યાજે રૂપિયા લઈને દિવ્યાકાંત નામના રેલવે કર્મચારી પર ઉડાડતી હતી.
પોતાના પ્રેમ સંબંધના કારણે તેને ઘરનું ધ્યાન રાખવાનું અને પોતાના પતિનું ધ્યાન રાખવાનું છોડી દીધું હતું. જેને લઈને મનોરંજન દત્તા અને અનામિકા દત્તા વચ્ચે રોજબરોજ માથાકૂટ થવા લાગી હતી. દરરોજ થતી માથાકુટથી કંટાળીને મનોરંજન દત્તાએ પોતાની પત્ની અનામિકા દત્તાનો જીવ લઇ લીધો હતો.
મળતી માહિતી અનુસાર સોમવારના રોજ અનામિકા દત્તાએ દવા પીને પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બચી ગઇ હતી. આ ઘટના બન્યા બાદ પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર અનામિકા અને તેના પ્રેમી વચ્ચે નક્કી થયું હતું કે હવે તે બંને ક્યારે પણ એકબીજાના સંપર્કમાં આવશે નહીં.
એટલું જ નહીં પરંતુ અનામિકાના પ્રેમીની પત્નીને પણ તેમના પ્રેમસંબંધોની જાણ થઇ ગઇ હતી. તેના કારણે દિવ્યકાંતની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. અને મંગળવારના રોજ મનોરંજન દત્તાએ પોતાની પત્ની અનામિકા દત્તાનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment