પતિ પોતાની પત્નીને પિકનિક પર લઈ ગયો, ખરીદી કરાવી અને ત્યારબાદ તળાવમાં ડુબાડીને પત્નીનો જીવ લઈ લીધું – જાણો શા માટે પતિએ આવું કર્યું…

થોડાક દિવસ પહેલાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવક તેની પત્નીને ફરવા લઈ ગયો, તેની સાથે ઘણા બધા ફોટા પડાવ્યા, તેને શોપિંગ કરાવ્યું પછી એક તળાવના કિનારે લઇ ગયો અને પત્નીને ડુબાડીને પત્નીનો જીવ લઈ લીધો. ત્યારબાદ ઘરે આવ્યો અને પરિવારના લોકોને કહ્યું કે પત્ની ગુમ થઈ ગઈ છે.

આ સમગ્ર ઘટનામાં પોલીસે પતિની ફરિયાદ ખોટી ગણાવી હતી. ત્યારબાદ પોલીસે પતિની કડક પૂછપરછ કરી આ દરમિયાન પતિ એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ચોંકાવનારી ઘટના દુર્ગા જિલ્લામાં બની હતી. મળતી માહિતી અનુસાર ગુલશન દેશમુખ નામનો યુવક 13 મેના રોજ પોતાની પત્ની નંદની દેશમુખને પિકનિક માટે લઈ ગયો હતો.

બંને બાઈક પર ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ગુલશને નંદાનીને બાઈક પર ઘણી બધી જગ્યાઓએ ફેરવી હતી. ત્યારબાદ તેની સાથે ઘણા બધા ફોટા પડાવ્યા હતા. ગુલશનનો આ સ્વભાવ જોઈને નંદનીને એવું લાગ્યું કે, તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે. ત્યારબાદ ગુલશન પિકનિક કરીને ઘરે પરત ફર્યો પરંતુ તેની પત્ની નંદની તેની સાથે ન હતી. જ્યારે પરિવારના લોકોએ પૂછ્યું કે નંદની ક્યાં છે.

ત્યારે ગુલશને જણાવ્યું હતું કે, બાયપાસ રોડ પર પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા હતા પરંતુ પેટ્રોલ પંપ બંધ હોવાના કારણે નંદનીને ત્યાં ઉભી રાખીને તે આગળ 500 મીટર દૂર અન્ય પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે ગયો હતો. જ્યારે તે ત્યાંથી પરત ફર્યો ત્યારે ત્યાં નંદની ન હતી. તેની ઘણી શોધખોળ કરી પરંતુ તે ન મળી તેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આવું ગુલશને જણાવ્યું હતું.

ગુલશનની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી. પોલીસે ઘણી જગ્યા ના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પરંતુ નંદની મળી ન હતી. ત્યાર બાદ પોલીસને ખોટી ફરિયાદની શંકા ગઈ હતી. જેના પગલે પોલીસે ગુલશને કસ્ટડીમાં લીધો હતો અને તેની કડક પૂછપરછ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન ગુલશને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગુલશન એક કોન્ટ્રાક્ટર લેબર છે. ચાર વર્ષ પહેલા ગુલશનના લગ્નની સાથે થયા હતા. લગ્ન બાદ ગુલશન નંદાનીને પ્રેમ ન કરતો હતો. લગ્નના આટલા વર્ષ થઇ ગયા છતાં પણ કોઈ સંતાન પણ ન હતી. મળતી માહિતી અનુસાર ગુલશને જણાવ્યું કે, તેણે નંદની ફરવાના બહાને તળાવ બાજુ લઈ ગયો અને ત્યાં તળાવમાં ડુબાડીને નંદનીનો જીવ લઇ લીધો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*