પત્નીથી છુટકારો મેળવવા માટે પતિએ કર્યું એવું કે, વિચારીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે – જાણો સમગ્ર ઘટના

હરિયાણામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે એક ખૂબ જ ખતરનાક કાવતરું રચ્યું છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. મળતી માહિતી અનુસાર ભાખરા કેનાલમાં એક કાર પલટી ખાઈ જતા માતા અને પુત્રનું કરૂણ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઇને તપાસ ચાલી રહી હતી. ત્યારે આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પત્ની અને પુત્રનો જીવ લેવા માટે કાવતરું રચવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસની પૂછપરછ દરમિયાન આ ખુલાસો મૃત્યુ પામેલી મહિલાના પતિ અને કારના ડ્રાઈવરે કર્યો હતો.

આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ સુમન હતું તેના બાળકની ઉંમર અઢી વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઇને ૨૯ ઓકટોબરના રોજ મૃત્યુ પામેલી સુમનના પિતાએ પોલીસ સ્ટેશનમાં સુમનના પતિ મનોજ સામે જીવ લેવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુરૂવારના રોજ મનોજની ધરપકડ કરી હતી અને તેની કડક પૂછપરછ કરી હતી.

ત્યારે ખબર પડી કે આરોપી મનોજ પોતાની પત્ની સુમન થી છુટકારો મેળવવા માટે આ કાવતરું રચ્યું હતું. મળતી માહિતી અનુસાર સુમન અને મનોજ ના લગ્ન થયા ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતો પર માથાકૂટ થતી હતી. જેના કારણે સુમન સંપૂર્ણ રીતે કંટાળી ગયો હતો અને એક વખત ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પરિવારજનો એ મનોજ ને બચાવી લીધો હતો. એટલું જ નહીં પરંતુ સુમન પોતાના પતિ મનોજ પર દબાણ કરતી હતી કે તે સારું ઘર બનાવે. મળતી માહિતી મુજબ 28 ઓક્ટોબરના રોજ આઠ વાગ્યાની આસપાસ પોતાની પત્નીને કારમાં બેસાડીને એક લાખની રકમ લેવા માટે તે તેના સાસરીયાના ઘરે ગયો હતો.

જમ્યા બાદ રાત્રે તેઓ દસ વાગ્યાની આસપાસ પરત ફરી રહ્યા હતા. ત્યારે મનોજે કાર ભાખરા કેનાલમાં નાખી દીધી હતી. મનોજે પોતાના બાળકની બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પોતાના બાળકને છોડ્યો નહીં. આ ઘટના બન્યા બાદ સુમનના પિતાએ પોલીસ સ્ટેશનમાં મનોજ સામે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસે નોંધી ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં મનોજ એ કહ્યું હતું કે, પોતાની પત્ની થી છુટકારો મેળવવા માટે તે છેલ્લા ઘણા મહિનાઓથી પ્લાન કરતો હતો. આ પ્લાનના આધારે મનોજે કાર કેનાલમાં નાખી દીધી હતી. મનોજ એ પોતાના બાળકને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે બચી શક્યો નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*