હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીને એવું દર્દનાક મોત આપ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલો પતિ પોતાની પત્ની પર મન ફાવે તેને તૂટી પડ્યો હતો.
પછી પત્નીએ આ વાતની જાણ પોતાના પરિવારને કરી ત્યારે પતિએ પોતાની પત્ની ઉપર ટર્પેન્ટાઇન તેલ રેડિયો હતુ અને પછી તેના શરીર પર આગ લગાવી દીધી હતી. ત્યારબાદ મહિલાને ગંભીરે હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.
આ ઘટના જયપુરમાંથી સામે આવી રહે છે. હાલમાં ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પરિવારે મહિલાના પતિ અને સાસરીયા વિરુદ્ધ જીવ લેવાનો ગુનો દાખલ કરાવ્યો છે. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલી મહિલાનું નામ સબીના હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. મહિલાના લગ્ન સાત વર્ષ પહેલા નજીબ નામના યુવક સાથે થયા હતા.
મહિલાના પરિવારજનો નો આરોપ છે કે, છેલ્લા બે ત્રણ વર્ષથી સાસરિયાંઓ તેમની દીકરીને ખૂબ જ ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પરંતુ જ્યારે સબીના પોતાના પરિવારનો સંપર્ક કરતી ત્યારે તેનો પતિ તેને છોડી દેવાની અને બાળકોથી અલગ કરી દેવાની ધમકી આપતો હતો.
આટલું જ નહીં છેલ્લા ચાર પાંચ મહિનાથી આરોપી પતિ નાની નાની વાતમાં સબીનાની ધુલાઈ કરતો હતો. જાણવા મળી રહ્યું છે કે એક દિવસ બંને વચ્ચે સાવ નાની એવી વાતમાં ઝઘડો થયો. ઝગડો આટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા પતિ પોતાની પત્નીના શરીર ઉપર ટર્પેન્ટાઇન તેલ રેડ્યું હતું અને તેને જીવતી સળગાવી દીધી હતી.
પછી તો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં મહિલાનું સારવાર દરમિયાન એક નવેમ્બરના રોજ મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઇને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment