સુરતના રાંદેરમાં પતિ-પત્ની નીકળ્યા ચોરી કરવા, ત્યારબાદ થયું એવું કે પતિનું મૃત્યુ – જુઓ વિડિયો

59

આજકાલ ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં એક અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રાંદેર વિસ્તારમાં બની છે. અહીં જોડ તેની પત્ની સાથે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા હતો અને દુકાનમાંથી AC નું વજનદાર મશીન ચોરી ને જતો હતો.

તે દરમ્યાન ચોરને એક પગથિયું ચૂકાઈ જાય છે અને મશીન તેની ઉપર પડે છે. ચોર મશીનની નીચે દબાઇ જતાં તેનું મૃત્યુ થાય છે. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ પોલીસે પત્નીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં સ્થિત ભેરુનાથ જ્વેલર્સમાં એક ચોર તેની પત્ની સાથે ચોરી કરવા માટે જ્વેલર્સની અંદર ઘુસ્યો હતો. અને ચોર જ્વેલર્સની અંદરથી એસીનું વજનદાર મશીન ચોરી કરીને બહાર નીકળ્યો હતો.

ચોર ઉસકે લિયે વજનદાર વસ્તુ લઈને નીચે ઊતરી રહ્યો હતો ત્યારે એક પગથિયું ચૂકી જાય છે અને તેના કારણે તે મશીન તે ચોર ની માથે પડે છે. ચોરની માં થી મશીન પડતા તેનું મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર જ્વેલર્સ પાસેના કમ્પાઉન્ડમાં ચોર મૃતદેહ મળી આવ્યું હતું તેના કારણે ત્યાંના લોકોએ તાત્કાલિક આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ચેક કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજમાં તમને દેખાઈ રહ્યું છે કે આકાશ સલામ શેખ નામનો એક વ્યક્તિ ચોરીના ઈરાદે જ્વેલર્સની દુકાન ની છત પરથી એસીનું આઉટડોર મશીન ચોરી ને પગથીયા ઉતરતો દેખાઈ રહ્યો છે.

આ દરમિયાન ચોરી કરનાર વ્યક્તિ પગથિયું ચૂકી જાય છે અને તેને ઊંચકેલું મશીન તેને માથે જ પડે છે. મશીન ની નીચે દબાઇ જતા યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના જાણીને તો પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના 22 ઓક્ટોબરના રોજ રાત્રે 2.48 વાગ્યાની આસપાસ બની હતી.

આ સમગ્ર ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવક ફૂલવાડી નેહરુનગર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા આકાશની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!