ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે વડોદરા શહેરના જાંબુવા બ્રિજ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.
અહીં બાઇક પર જઇ રહેલા પતિ પત્નીને એક અજાણ્યા વાહને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં પતિની નજર સામે પત્નીનું મૃત્યુ થયું હતું. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ પ્રેમીલાબેન હતું. અજાણ્યા વાહનની ટક્કરેના કારણે તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે પ્રેમીલાબેનના પતિ કનુભાઈને અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા પ્રેમીલાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. ત્યારબાદ બ્રિજ પર ટ્રાફિકજામ હળવું કર્યું હતું અને સમગ્ર ઘટનાને લઇને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રેમીલાબેનનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ બ્રિજ પર દર મહિને 8 થી 10 લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment