સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ સાંભળી હશે, જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના નેશનલ હાઇવે 19 પરથી સામે આવી રહી છે.
આ ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે પતિ અને ગર્ભવતી પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના મથુરા-વૃંદાવન નેશનલ હાઇવે 19 ઉપર બની હતી. અહીં ગોવર્ધનથી હોડલ પરત ફરી રહેલા પતિ-પત્ની બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર લગાવ્યા બાદ ટ્રક ચાલકે ઘણા લાંબા અંતર સુધી બાઈકને જમીન પર ઘસડી હતી. આ કારણોસર બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પતિનું નામ દીપક છે, જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ સૃષ્ટિ હતું.
બંને ગોવર્ધન પરિક્રમા કરવા માટે ગયા હતા. પરિક્રમા કરીને બંને બાઈક પર પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટ્રક ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી અને અકસ્માતની ઘટનામાં દિપક અને તેની પત્ની સૃષ્ટિ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
જાણવા મળી રહ્યું છે કે દીપકની પત્ની સૃષ્ટિ ગર્ભવતી હતી. દિપક તેના પરિવારમાં સૌથી મોટો હતો અને તેનાથી બે નાના ભાઈઓ છે. દીપક એકલા હાથે પોતાના પરિવારનું ધ્યાન રાખતું હતું. તેવામાં દિપક અને તેની પત્નીનું મોત થતા પરિવારજનો રડી રડીને અડધા થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment