બાઈક પર જતા પતિ-પત્નીને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… પતિની નજર સામે પત્નીનું કરુણ મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રોડ પર બમ્પરની પાસે એક બાઈક અચાનક જ બેકાબુ બની ગઈ હતી.

જેના કારણે બાઇકની પાછળ બેઠેલી મહિલા શિક્ષિકા રોડ ઉપર પડી ગઈ હતી અને આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પછી મહિલાને તાત્કાલિક જાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યારે રસ્તામાં મહિલાએ પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ ધાયત્રી કુમારી હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી. ધાયત્રી કુમારી એક મહિલા શિક્ષિકા હતી.

મહિલા પોતાના પતિ સાથે બાઈક પર સ્કૂલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં મહિલાના પતિએ બમ્પર પાસે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઈકની પાછળ બેઠેલી મહિલા શિક્ષિકા બાઈક પરથી રોડ પર નીચે પડી ગઈ હતી.

આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ મહિલાનું મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ મહિલાના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાના સમાચાર મળતા જ મહિલા જે શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી ત્યાં પણ માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*