હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા માટે જઈ રહેલા પતિ-પત્ની અને એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર રસ્તામાં ટ્રેક્ટર ને બચાવવા જતા એક ટ્રકે રોડ પર જઈ રહેલી બાઈક પર પલટી ખાઇ ગયો હતો. ટ્રકની નીચે આવી જવાના કારણે ત્રણેયના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને સગા ભાઈઓ હતા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ ટ્રકની નીચેથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયું હતું. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ અકસ્માતની ઘટના સિકારના પલસાણા વિસ્તારમાં બની હતી.
આ અકસ્માતની ઘટનામાં 20 વર્ષીય દીપેશ, તેની 19 વર્ષીય પત્ની પિંકી અને 26 વર્ષીય ભાઈ બંશીધરનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર દીપેશ અને બંશીધર બંને સગા ભાઈઓ હતા. તેર દિવસ પહેલા જ બંશીધરના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. બંશીધરના મૃત્યુના કારણે 13 દિવસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પતિ-પત્ની અને સગો ભાઈ એક બાઈક પર કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં દૂધના પેકેટથી ભરેલો એક ટ્રક રોડની સાઈડમાં આવતા ટ્રેક્ટર ને બચાવવા જતા ટ્રકનું સંતુલન બગડ્યું હતું. જેના પગલે ટ્રક બાઈક પર પલટી ખાઇ ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર પતિ-પત્ની અને સગા ભાઇઓનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બંને ભાઈઓના લગભગ બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. એકસાથે પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment