યાસ વાવાઝોડાએ ચિંતામાં કર્યો વધારો, રાજ્યમાં ભારે વરસાદ ની કરાઈ આગાહી.

113

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, ચક્રવાત યાસ આગામી 24 કલાકમાં ખૂબ જ ગંભીર વાવાઝોડામા ફેરવાશે.  યાસ બુધવારે બંગાળ અને ઓડિશા ના દરિયાકાંઠે પહોંચશે. ચક્રવાત ટકરાયા બાદ લોકોને ભારે આફત થી બચવા સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માં ભારે વરસાદ ની ચેતવણી આપી છે. ચક્રવાતી તોફાન યાસ ને જોતા પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યુ હતું કે હજારો લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.

હવે શહેરમાં 4 થી 5 લોકો ઘાયલ થયા છે જયારે પાંડુઓમાં વીજળી પડવાના કારણે 2 લોકોના મોત નિપજયા છે. આ સિવાય ચૂચૂડામાં 40 મકાનોને નુકશાન પહોચ્યું છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે ચક્રવાત યાસ થી પ્રભાવિત તમામ રાજ્યોને ખાતરી આપી છે.

કે મંત્રાલય તેમની સહાય માટે 24 કલાક તૈયાર રહેશે.આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે 26 મે ની બપોરે ચક્રવાત યાસ ઉતરી ઓડિશા અને બંગાળ ના દરિયાકાંઠે ટકરાશે.

હવામાન વિભાગ ની જાણકારી છે કે 26 મે ના ચક્રવાત યાસ ઓડિશાના બાલાસોર ની પાસે પ્રવેશ કરાશે અને 26 મે આની ત્રીવતા વધી જશે. જોકે આ તોફાન નો અસર આજે જ જોવા મળી રહી છે. આને લઈને હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર સહિત અનેક રાજ્યોમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નું એલર્ટ જારી કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!