સમગ્ર દેશભરમાંથી ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેના વિશે સાંભળીને આપણું પણ હૈયુ કંપી ઉઠતું હોય છે. હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેના વિશે સાંભળીને તમે પણ એમ કહેશો કે માનવતા મરી ગઈ છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પતિ પોતાની પત્નીના મૃતદેહને ખંભા પર ઉઠાવીને અનેક કિલોમીટર સુધી ચાલવા માટે મજબૂર બન્યો હતો.
વિગતવાર વાત કરીએ તો બુધવારના રોજ આંધ્રપ્રદેશમાં એક હોસ્પિટલમાંથી પતિ પત્ની રીક્ષામાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ચાલુ ઓટોરિક્ષામાં પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ રીક્ષા ચાલકે મૃતદેહને ઘર સુધી લઈ જવા માટે ઇન્કાર કરી દીધો હતો. જરાક પણ દયા બતાવ્યા વગર રીક્ષા ચાલકે પતિ અને મૃતક પત્ની અને રસ્તાની વચ્ચોવચ રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા.
ત્યારબાદ મજબૂર બનેલો પતિ પોતાની પત્નીના મૃતદેહને ખંભા પર ઉપાડીને ચાલવા લાગ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને મૃતદેહને ઘરે પહોંચાડવામાં આવ્યું હતું. વિગતવાર વાત કરીએ તો, ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં રહેતા 35 વર્ષના સામુલુ પાંગીની પત્ની ઈદે ગુરુ ઘણા દિવસોથી બીમાર હતી.
તેની વિશાખાપટ્ટનમની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. થોડા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી પરંતુ પત્નીની તબિયતમાં જરાક પણ ફરક પડ્યો નહીં. તેથી ડોક્ટરે તેને ઘરે લઈ જવાની સલાહ આપી હતી. સામુલુએ જણાવ્યું કે, ડોક્ટરની સલાહ સાંભળીને તેને પોતાની પત્નીને ઘરે લઈ જવા માટે એક ઓટો રીક્ષા બોલાવી હતી, બંને ઓટોરિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું.
પત્નીનું મૃત્યુ થઈ ગયા બાદ રિક્ષા ચાલકે મૃતદેહને ઘર સુધી લઈ જવા માટે ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ અધવચ્ચે જ રિક્ષા ચાલકે પતિ અને મૃત્યુ પામેલી પત્નીને રસ્તામાં ઉતારી દીધા હતા. પતિએ રીક્ષા ચાલકને ખૂબ જ વિનંતી કરી પરંતુ રિક્ષા ચાલકે જરાક પણ દયા બતાવી નહીં. ત્યારબાદ મજબૂર બનેલો પતિ પોતાની પત્નીના મૃતદેહને ખંભા પર ઉપાડીને ગામ તરફ ચાલતો જોવા મળી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર હોસ્પિટલથી ગામ લગભગ 100 કિલોમીટર દૂર હતું. રીક્ષા ચાલકે તેમને 80 km દૂર ઉતારી દીધા હતા. ત્યારબાદ આ વાતની જાણ પોલીસને થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે પતિને પોતાની પત્નીના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment