સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. આ વિડીયો જોઈને તમને પણ એવું લાગશે કે માનવતા મરી ગઈ છે. લોકો એકબીજાની મદદ કરવા માંગતા નથી. હાલમાં આ શરમજનક બાબતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમને પણ ગુસ્સો આવી જશે.
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ ક્રોસ કરી રહેલો એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે. અકસ્માતની ઘટના બાદ તે વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર તડપી રહ્યો હોય છે. પરંતુ રોડ ઉપરથી પસાર થઈ રહેલા એક પણ વ્યક્તિ રોડ ઉપર પડેલા વ્યક્તિની મદદ કરવા માટે પોતાની બાઈક કે કાર ઊભા રાખતા નથી અને ત્યાંથી જતા રહે છે.
આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાદળી શર્ટ પહેરેલો એક વ્યક્તિ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે પૂરપાડ ઝડપે આવતા ટેમ્પ તે વ્યક્તિને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે રોડ ક્રોસ કરી રહેલો વ્યક્તિ હવામાં ઉછળીને દૂર જઈને પડ્યો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ અકસ્માત નો ભોગ બનેલો વ્યક્તિ રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં તડપી રહ્યો છે. ત્યાંથી ઘણા વાહનો પસાર થઈ રહ્યા છે પરંતુ કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિની મદદ કરવા માટે પોતાનું વાહન રોકતા નથી.
આટલું જ નહીં પરંતુ રસ્તાના કિનારે ઉભેલા લોકો પણ વ્યક્તિની મદદ કરવાની જગ્યાએ તેને જોઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી હાલમાં આ શરમજનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
India: Man gets crushed in accident. No one stops to help pic.twitter.com/Fr2JgIO7RX
— CrimeReportIndia (@CrimeReportInd1) December 7, 2022
વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર CrimeReportlndia નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 37,000 થી પણ વધારે લોકો એ જોયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment