મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પ્રાચીન સમયથી ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પોતાની ઓળખ ધરાવે છે. જોકે એવો પણ સમય આવ્યો કે લોકો ગુજરાતી સંગીતથી દૂર થયા અને અન્ય સંગીત તરફ વળ્યા પરંતુ ગુજરાતી કલાકારોની કળાના કારણે આજના યુવાનો ગુજરાતી સંગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
મિત્રો જો ગુજરાતી સંગીત ક્ષેત્રને આગળ ધકેડવામાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો તેમાં રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી કિંજલ દવે આદિત્ય ગઢવી સહિત અન્ય નામી અનામી કલાકારો ના નામ સામે આવે. આ ગુજરાતી કલાકારો આજે સફળતાના જે શિકારો પર પહોંચયા છે તેના માટે તેને ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે.
આજે આપણે ડાયરા કિંગ રાજભા ગઢવી વિશે વાત કરવાના છીએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે રાજભા ગઢવી ને આજે માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં લોકો પ્રેમ કરે છે અને તેઓએ પોતાના અવાજ અને કળાના કારણે તમામ લોકોના દિલમાં અનોખી જગ્યા બનાવી છે ત્યારે આપને જણાવી કે રાજભા ગઢવી ગીરના સાવજ અને રાજો ચારણના નામથી પણ ઓળખાય છે.
રાજભા ગઢવી ના અંગત જીવનની જો વાત કરવામાં આવે તો તે અમરેલીના કનકાઈ બાણેજમાં ગીર લીલા પાણીના નેશમાં થયો હતો. જોકે રાજભા ગઢવી કોઈપણ પ્રકારનો અભ્યાસ કર્યો નથી અને પોતાની આવડત અને કુશળતાના આધારે અભ્યાસ ના હોવા છતાં પણ તેઓએ અનેક સંગીતોની રચનાઓ કરી છે ને તેઓ એક આજે સારા લોક સાહિત્યકાર અને કવિ છે.મિત્રો આપને જણાવી દઈએ કે બાળપણમાં જ્યારે રાજભા પશુઓ ચરાવવા જતા ત્યારે
ભજન સાંભળતા અને તેવામાં તેઓએ 2001ના સતાધાર પાસેના રામપરા ગામમાં એક કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં મુખ્ય સિંગરો મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવીને લોકો મળ્યો હતો અને તેમના અવાજે એવી રમઝટ બોલાવી હતી કે પછીની જિંદગી તેમની સાવ બદલાઈ ગઈ અને ખૂબ જ મહેનત કર્યા બાદ તેઓ સફળતાના શિખરે પહોંચ્યા છે. હાલમાં રાજભા ગઢવી ના પરિવારમાં તેમના માતા પિતા પત્ની અને ઉપરાંત એક દીકરો અને બે દીકરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment