ગુજરાત રાજ્યમાં હોટલ અને જીમ આટલા વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી, જાણો વિગતે.

95

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે રાત્રે કર્ફ્યુ નિયમોમાં ફેરફારો થયા છે. રાજ્યમાં 11 જૂન પછી હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા માટેની છૂટ આપી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ 50% સમતા સાથે જનતાને બેસાડવામાં આવશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની બેઠકમાં નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં 11 જૂન થી પછી લોકડાઉન ના ઘણા નિયમો હળવા કરવામાં આવશે. રાજ્યમાં 11 જૂન થી 26 જૂન સુધી રેસ્ટોરાં અને હોટલમાં સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 50% સમતા સાથે લોકોને જમવા માટે બેસવા દેવામાં આવશે.

આ ઉપરાંત રેસ્ટોરન્ટ હોમ ડીલેવરી માટે 9 વાગ્યાનો સમય આપ્યો હતો તેમાં ફેરફાર કરીને 12 વાગ્યા સુધીનો સમય કરી દીધો. આ ઉપરાંત રાત્રી કર્ફ્યુ માં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.

રાજ્યમાં રાત્રી કર્ફ્યુ સવારના 6 થી 9 વાગ્યા સુધી રેગ્યુલર ચાલુ રહેશે. રાજ્યમાં સવારના 9 વાગ્યાથી 7 વાગ્યા સુધી તમામ લારી-ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટયાર્ડ, સલૂન, બ્યુટી પાર્લર આ તમામ વસ્તુઓ કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે.

જે સમય 6 વાગ્યાનો હતો તેમાં વધારો કરીને 7 વાગ્યાનો કરી દીધો છે. તેમજ રાજ્યમાં સવારના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી લાઈબ્રેરી, બાગ બગીચા વગેરે 50% ક્ષમતા સાથે ચાલુ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!