દુનિયામાં હજુ પણ ઘણા એવા લોકો છે કે જેઓ કોઇ પણ રીતે સારું કાર્ય કરીને માનવતા મહેકાવી રહ્યા છે. એવામાં સુરત થી એક એવી જ ઘટના સામે આવી છે કે સૌ કોઈ કહેશો કે હજુ પણ માનવતા જીવિત છે ત્યારે આપણે સહુ જાણીએ છીએ કે સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે જ્યાં રોજ હીરાની હેરાફેરી થતી હોય છે.
એવી જ રીતે હીરાની ડિલિવરી કરતા એક સુરતના જીગર ઠાકોર નામનો યુવક કે જે હીરા ને એક જગ્યાએથી બીજી જગ્યાએ સહી-સલામત પહોંચાડવાનું કાર્ય કરી રહ્યો છે. એક દિવસ તેઓ હિરાની હેરાફેરી કરવા જઈ રહ્યા હતા તેવામાં તેમણે રસ્તામાં થી 13 લાખ રૂપિયાનું હીરાનું પડીકું મળ્યું હતું.
તેને આ હીરાનું પડીકું મળ્યું ત્યારે તેણે આજુબાજુ બધે જ ધ્યાન કર્યું હતું છતાં કોઈ દેખાયું નહીં. તેઓ આગળ વધ્યા અને તેમની પાછળથી આવતા એક રિક્ષા ચાલકની નજર થઇ જતાં તેણે તે પડીકુ પોતાની પાસે રાખી દીધું અને ઘરે જઈને સહી-સલામત સાચવીને મૂકી દીધું હતું.
જીગર ભાઈ ને ચિંતા થતી હતી કે 13 લાખનું હીરાનું પડીકું ગુમ થયાની જાણકારી મળી હતી,ત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જેથી તેઓ ને ચિંતા હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા.
તેમાં આ પડીકું રીક્ષા ચાલક પાસે હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને જેવી રિક્ષાચાલકની જાણકારી મળી કે તરત એમની પાસે પહોંચી ગયા. 13 લાખ રૂપિયાના હીરા નું પડીકુ સાચવીને રાખનાર રિક્ષાચાલકે એ પડીકું જે માલિકનું હતું તેને પોલીસની સામે પરત આપ્યું અને માનવતા મહેકાવી.
એટલું જ નહીં પરંતુ પોલીસની સાથે રહેલા બધા જ લોકો રિક્ષાચાલકની ઈમાનદારી જોઇને ખુશ ખુશાલ થઇ ગયા હતા ઈમાનદારી ને બિરદાવવા માટે ઉદ્યોગપતિએ 11,000 રૂપિયા આપી તેનું સન્માન પણ કર્યું હતું. આના પરથી સાબિત થાય છે કે હજુ પણ આવા ઈમાનદારી વાળા માણસો રહેલા છે અને માનવતા મહેકાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment