ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માનનીય શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન

Published on: 11:29 am, Mon, 1 November 21

ગુજરાત રાજ્યમાં ત્રીજી લહેર ની નહિવત દહેશત વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ધોરણ 1 થી 5 ના શાળાના વર્ગો શરૂ કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ જણાવ્યું કે ખૂબ જ ઝડપથી આ શાળામાં અભ્યાસ માટે એવા વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તેમજ બાળકો શાળામાં આવે ત્યારે સીધો ભણાવવાને બદલે જ્યાંથી તે ભૂલ્યા છે ત્યાંથી અભ્યાસ કરાવવામાં આવશે.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે દેશમાં દેશમાં 100 કરોડથી વધુ લોકો નું રસીકરણ કરવામાં આવ્યું તે મોટી સિદ્ધિ છે.

ગુજરાતમાં પણ કોરોના રસીકરણનું 89 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. અન્ય લોકોને પણ રસીના બંને ડોઝ ઝડપથી મળે તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. જીતુ વાઘાણી એ કહ્યું કે કોરોના મુદ્દે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારત સુરક્ષિત છે.

ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે દબદબાભેર ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્ય,શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માનનીય શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન"

Leave a comment

Your email address will not be published.


*