ગુજરાતમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની ઉજવણી ને લઈને પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું મહત્વનું નિવેદન, શું તહેવારોમાં છૂટ મળશે કે નહીં?

Published on: 5:53 pm, Thu, 22 July 21

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે ઘટી રહી છે ત્યારે રાજ્યમાં તહેવારો ને લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી છે. જ્યારે શ્રાવણ મહિનો આવતા જ તહેવારો શરૂ થઈ ગયા છે. ત્યારે રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે તહેવારો મુદ્દે કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે.

મેળામાં કોરોના ના નિયમોનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ છે. કોર કમિટીમાં નિર્ણય લઈને ત્યારબાદ જરૂરી માર્ગદર્શન આપશે. ઓગસ્ટ મહિનામાં સાતમ આઠમ, રક્ષાબંધન સહિતના તહેવારો આવશે જેને લઇને સરકારે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી છે.

આ ઉપરાંત ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થશે. જેને લઇને સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળ ની ઉજવણી કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ નામો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 1 ઓગસ્ટે જ્ઞાનશક્તિ શિક્ષણ કાર્યક્રમ યોજાશે, 2 ઓગસ્ટના દિવસે સંવેદના દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવશે, 4 ઓગસ્ટના દિવસે મહિલા નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.

5 ઓગસ્ટના દિવસે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવશે, 6 ઓગસ્ટના દિવસે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે, 7 ઓગસ્ટના દિવસે વિકાસ દિવસની ઉજવણી થશે.

આ ઉપરાંત 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. 9 ઓગસ્ટના દિવસે આદિવાસી વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.

આ ઉપરાંત રાજ્ય સરકારે 9,10 અને 11 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાને લઈને મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.