ખેડૂત આંદોલનને લઈને ગૃહમંત્રી અમીત શાહએ મહત્વનું નિવેદન આપ્યું હતું અને તે નિવેદનમાં કહ્યું હતું કે જે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દેશમાં કોઈ પણ કંપની ખેડૂતની જમીન પચાવી શકશે નહીં. મહત્વનું છે કે ગૃહમંત્રી અમીત શાહે આ મુદ્દે દિલ્હીના વિસ્તારમાં એક સભાને સંબોધી રહ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં કિસનગઢ ગામમાં લોકોને સંબોધિત કરતા વખતે કહ્યું હતું કે, જો ખેડૂત સંગઠનો ને લાગે છે કે નવા કૃષિ કાયદાની જોગવાઈ તેમના હિતની વિરુદ્ધમાં છે.
તો કેન્દ્ર સરકાર તેની પર ચર્ચા કરી શકે અને ખુલ્લા મનથી તે મુદ્દે વિચાર પણ કરી શકે છે.ગૃહમંત્રી અમીત શાહે શુક્રવારે કહ્યું હતું કે જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદી દેશના વડાપ્રધાન છે ત્યાં સુધી કોઈ પણ કંપની ખેડૂતો પાસેથી તેમની જમીન છીનવી શકશે નહીં અને એમ પણ કહ્યું હતું કે.
ન્યુટન સપોર્ટ પ્રાઈઝ MSP સિસ્ટમ ચાલુ રહેશે અને મંડીઓ બંધ રહેશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, હું ખેડૂતોને કહેવા માગું છું કે પ્રધાનમંત્રી મોદી જ્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી તમારી જમીન છીનવી શકશે નહીં.
અને આ તમામ ખેડૂતોને ભાજપનું વચન છે.અમિત શાહે કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષ પર આ મુદ્દે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment