વડનગરમાં રોડ પર જઈ રહેલા હોમગાર્ડની બાઈક સ્લીપ થતા સર્જાયો અકસ્માત, હોમગાર્ડનું કરૂણ મૃત્યુ…

Published on: 1:58 pm, Mon, 7 February 22

વડનગરમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં વડનગર ખાતે હોમગાર્ડ માં ફરજ બજાવતા એક યુવાનનું શનિવારના રોજ અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર જ્યારે અકસ્માત બન્યો ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

સારવાર માટે હોમગાર્ડને તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માત બન્યા બાદ મૃત્યુ પામેલા યુવાનના ભાઈએ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત વડનગરના રોહિતવાસમાં રહેતા અને હોમગાર્ડ માં ફરજ બજાવતાં મેહુલકુમાર કાંતિલાલ શ્રીમાળીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. મેહુલ ની ઉંમર 34 વર્ષની હતી.

આ અકસ્માતની ઘટના શનિવારના રોજ બની હતી જ્યારે મેહુલ પોતાની GJ 02 BL 7130 નંબરની બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યારે પોલિટેકનિક કોલેજ રોડ પર અચાનક જ તેની બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી.

આ ઘટનામાં મેહુલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ મેહુલને સારવાર માટે 108 મારફતે વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મહેસાણામાં મેહુલ નું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં મેહુલના ભાઈ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડનગરમાં રોડ પર જઈ રહેલા હોમગાર્ડની બાઈક સ્લીપ થતા સર્જાયો અકસ્માત, હોમગાર્ડનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*