પોરબંદરના દેગામ ગામમાં હિટ એન્ડ રનની ઘટના, અભ્યાસ કરવા જઈ રહેલા ભાઈ-બહેન ને કારે મારી ટક્કર અને ઘટના સ્થળે જ મૃત્યુ…જુઓ વિડિયો…

151

સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે એક વ્યક્તિ નિવેદન કરીને કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે તેવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના પોરબંદરની છે. મળતી માહિતી મુજબ આજે પોરબંદર નજીકના દેગામ પાસે ની આ ઘટના છે.

બે ગામ નજીક ચામુંડા માતાજીના મંદિર પાસે એક બાળકી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઇ રહી હતી ત્યારે અચાનક પાછળથી ઈનોવા કાર એ બંને ને ટક્કર મારી હતી અને ઘટના સ્થળેજ બંનેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ દહેગામ નજીક ચામુંડા માતાજીના મંદિર પાસે આજે સવારે આરતી રમેશભાઈ ગોહિલ જેમની ઉંમર 14 વર્ષની અને એમની સાથે ત્રણ વર્ષનો પિતરાઇ ભાઇ નિલેશભાઈ ગોહિલ શેરી શિક્ષણમાં અભ્યાસ લેવા માટે જઈ રહ્યા હતા.

ત્યારે રોડ પર ફૂલ ઝડપથી આવેલી એક ઈનોવા કાર GJ-01-HS-0188 એ બંને બાળકોને ટક્કર મારી હતી અને બંને બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત્યુ પામેલા મૃતદેહનું પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર એટલી ઝડપથી આવી રહી હતી કે બંને બાળકોને ટક્કર મારીને એક ખેતર ની દીવાલ તોડીને છે તેની અંદર ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ કાર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!