જેતપુરમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ફૂટપાથ પર બેઠેલા બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ એક બેકાબૂ કારે નકલંક આશ્રમ રોડ ખાતે ફૂટપાથ પર બેઠેલા બે યુવાનોને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટના બન્યા બાદ લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
ઘટનાસ્થળે હાજર લોકો એમ્બ્યુલન્સ ની રાહ જોતા રહ્યા પરંતુ કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ન લઈ ગયા. એમ્બ્યુલન્સ આવ્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર બે યુવાનો ફૂટપાથ પર શાંતિથી બેઠા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે બંનેને જબરદસ્ત ટક્કર લગાવી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ બાજુના ખેતરમાં જઈને કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.
આ અકસ્માતની ઘટનામાં કાર પણ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં 23 વર્ષીય નિખિલ દિનેશભાઈ ધેલાણી અને 24 વર્ષીય હાર્નીસ રાજેશ કુમાર મેરનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બન્યા બાદ નિખિલ અને હાર્નીસને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બંનેની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જૂનાગઢમાં સારવાર દરમિયાન નિખિલભાઇનું કરૂણ મૃત્યુ થયું હતું.
ત્યારે ત્યાંથી વધુ સારવાર માટે હાર્નીસ ભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઇને જેતપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment