હાલમાં બનેલી એક હીટ એન રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક આધેડે પોતાનો જીવ ગુમાવ્યો છે. વલસાડ જિલ્લાના વાપીના એક ભંગારનું ગોડાઉન સંચાલક પોતાની બાઈક લઈને ગુંદલાવ આવી રહ્યા હતા. આ દરમિયાન સુગર ફેક્ટરી બ્રિજ ઉપર પાછળથી આવતા અજાણ્યા વાહને તેમની બાઈકને જબરદસ્ત લગાવી હતી.
અકસ્માતના પગલે બાઈક સવાર આધેડ રોડ પર પડ્યા હતા. જેના પગલે મુંબઈ થી અમદાવાદ તરફ જતા અજાણ્યા વાહનની નીચે બાઈક ચાલક આધેડનું માથું આવી ગયું હતું. આ કારણોસર બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા વલસાડ રૂલર પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર વલસાડના વાપી ખાતે રહેતા અને ભંગારનું વ્યવસાય સાથે સંકળાયેલા 55 વર્ષીય અબ્દુલસકુર નામના વ્યક્તિ પોતાની GJ 15 DE 3694 નંબરની બાઈક લઈને વલસાડના ગુંદલાવ ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા.
આ દરમિયાન વલસાડ હાઇવે પર સુગર ફેક્ટરીના બ્રિજ ની સામે એક અજાણ્યા વાહને તેમની બાઈક અને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર તેઓ રોડ પર પડ્યા હતા. આ જ સમયે પાછળથી આવતા ભારે વાહનની નીચે તેઓ કચડાઈ ગયા હતા.
જેના કારણે તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો અને વાહન ચાલકો ઈજાગ્રસ્ત ની મદદ માટે દોડી હતા. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment