હિટ એન્ડ રન : પિતરાઇ ભાઇને બાઈક આપવા જતાં યુવકને ગોંડલ નજીક કાર ચાલકે અડફેટેમાં લીધો – બાઈક ચાલક યુવકનું કરુણ મૃત્યુ…

ગુજરાતમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગોંડલ પાસે બની હતી. જસદણના ખાનપુર ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા યુવાન પોતાના વતનમાં આંટો મારીને સુરત પરત ફરી રહ્યા જઈ રહ્યા હતા.

ત્યારે ગોંડલમાં પિતરાઈ ભાઈને ગાડી આપવા જતી વખતે ગોંડલ નજીક એક બેકાબૂ કાર ચાલકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે બાઇક સવાર યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં સુરતના રહેવાસી મોહિતપરી રમેશપરી ગોસાઈનું કરૂણ મૃત્યુ થયું છે. મોહિતપરી ગઈકાલે બપોરે બાઇક લઇને ગોંડલ નજીક ઘોઘાવદર રોડ પર જઈ રહ્યા હતા ત્યારે GJ 03 LR 4674 નંબરના કારચાલકે મોહિતપરીની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં મોહિતપરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા તો મોહિતપરીનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*