હિન્દુ દીકરીને લગ્ન મુસ્લિમ યુવક સાથે ? બંનેના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ…જાણો શું છે સમગ્ર ઘટના

Published on: 7:22 pm, Mon, 24 October 22

સોશિયલ મીડિયામાં રોજ કાંઈકને કાંઈક વાયરલ થતું હોય છે. જેમાં ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતા નાના નાના મુદ્દાઓ મોટા વિવાદોનું રૂપ ધારણ કરી લેતા હોય છે. તમે લવ જેહાદ યાદને લઈને ઘણી બધી ઘટનાઓ સાંભળી હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક લગ્નની કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ રહી છે.

હાલમાં આ લગ્નની કંકોત્રી ચારેય બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે. લગ્નની કંકોત્રીની અંદર કંઈક એવું છે કે જાણીને તમે પણ ચોકી જશો. મળતી માહિતી અનુસાર આ લગ્નની કંકોત્રી એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકની છે. હાલમાં આ કંકોત્રી ચારેય બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર શહેરના ગ્રીનલેન્ડ ચોક પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતી વિપ્ર નામની યુવતીના લગ્ન મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામના મુસ્લિમ યુવક સાથે ગત 25 તારીખના રોજ એટલે કે સોમવારના દિવસે સામા કાંઠે આવેલ અટલ બિહારી બાજપાઈ હોલમાં ઢોલ-નગારા સાથે બંનેના લગ્ન થયા હતા.

આ લગ્ન હિન્દુ રીતે રિવાજ મુજબ થયા હતા. મુસ્લિમ રીતે રિવાજ મુજબ નિકાહ પણ કરવામાં આવ્યા હતા. આ લગ્ન હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે અને આ લગ્નને લઈને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.

માલધારી સોસાયટીના બ્રાહ્મણ પરિવાર એ પોતાની દીકરીના બધા લોકોની મરજીથી આંતર ધર્મિ મુસ્લિમ યુવક સાથે લગ્ન થવાના છે. તેની કંકોત્રી પણ છપાવવામાં આવી હતી. સૌપ્રથમ હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુસ્લિમ રીતે રિવાજ મુજબ નિકાહ પઢવામાં આવ્યા હતા.

બંનેના લગ્નની કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી કંકોત્રી જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લગ્ન કંકોત્રી સામે આવતા જ હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને તપાસ થાય તેના માટે હિન્દુ સંગઠન એ માંગ કરી હતી. હાલમાં આ કંકોત્રી સોશિયલ મીડિયામાં ફરી એક વખત વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે. હવે આ કંકોત્રીને લઈને આગળ શું થશે અને તેની તપાસ થશે કે નહીં તે હવે આગામી સમયમાં જ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હિન્દુ દીકરીને લગ્ન મુસ્લિમ યુવક સાથે ? બંનેના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર થઈ વાયરલ…જાણો શું છે સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*