ઇન્જેક્શન વિતરણ મામલે હાઇકોર્ટની મોટી કાર્યવાહી, સી.આર.પાટીલ અને રાજ્ય સરકારને આપ્યો આવો આદેશ.

Published on: 7:07 pm, Tue, 20 April 21

કોરોના કાર્ડમાં ભાજપ દ્વારા remdesivir ઇન્જેક્શન ના વિતરણ મામલે કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી ની અરજી પર હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી આ આ મામલે હાઇકોર્ટે પાટીલને જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે. દેશભરમાં કોરોના મહામારી નો પ્રકોપ ચાલી રહ્યો છે.

સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા અને વેન્ટીલેટર અને ઓક્સિજન ની રાજ્યમાં અછત સર્જાય છે ત્યારે થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ ની આગેવાની હેઠળ.

સુરતમાં remdesivir ઇન્જેક્શન નું મફત વિતરણ કર્યું હતું.હાઈકોર્ટે નોટિસ ફટકારીને સી.આર.પાટીલ,રાજ્ય સરકાર અને ડ્રગ્સ કમિશનર પાસેથી આ મામલે આગામી સુનાવણી માં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી એ કરેલી અરજીમાં તેમણે જણાવ્યું હતું કે, આ રીતે ઇન્જેક્શન ખરીદવા મર્યાદામાં નથી અને તેના માટે ફાર્મસી એક્ટ હેઠળ લાઇસન્સ જરૂરી છે.

આ સાથે જ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને સી.આર.પાટિલ ની નિવેદનો ની સીડી પણ કોર્ટમાં રજૂ કરી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપની ઓફિસ ફાર્મસી ઓફિસ નથી.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ ફૂલ 1,0439,204 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે વેક્સિનેશન કાર્યક્રમ વધારે ઝડપી બનાવવાના આદેશ પણ આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!