વાવાઝોડાને લઈને આવેલી આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર અંદમાન સમુદ્ર પરનું ઊંડું દબાણ મંગળવારે ચક્રવર્તી વાવાઝોડામાં પરિણમી થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ બુધવારના રોજ મ્યાનમારના થાંડવે કિનારાને પાર કરી શકે છે. સોમવારના રોજ ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બન્યું હતું.
તે 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ સોમવારે રાત્રિના સમયે જાહેર કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે, આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનીને ચક્રવતી વાવાઝોડામાં ફેરવાઈ શકે તેવી સંભાવનાઓ કરવામાં આવી છે. શ્રીલંકા દ્વારા વાવાઝોડાનું નામ આસની રાખવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર વાવાઝોડું 23 માર્ચના રોજ 18 ડિગ્રીથી 19 ડિગ્રીના તાપમાન વચ્ચે મયાનમારના દરિયા કિનારાને પાર કરશે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં NDRFના લગભગ 150 જવાનોને સેવામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા અને વાવાઝોડું આવવાની પૂરી સંભાવના વાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉત્તર અને મધ્ય આંદામાન અને દક્ષિણ આંદામાન જિલ્લાઓમાંથી લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આંતર-ટાપુ ફેરી સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ખૂબ જ ખરાબ હવામાનના કારણે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ટાપુના વિવિધ ભાગોમાં છ જેટલા હતા શિબીરો ખોલવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને સોમવારે દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી અને મંગળવારે આંદામાન નિકોબાર સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. લોગ આઇલેન્ડ માં સવારે 8 વાગ્યા સુધીમાં 131મીમી વરસાદ નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment