અરે બાપ રે આ કેવું પ્રાણી..? માણસનું મોઢું હોય તેવા મોઢા વાળુ પ્રાણી દેખાય ? જાણો શું છે હકીકત…

Published on: 3:59 pm, Sun, 29 January 23

હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અવાર-નવાર વસ્તુઓ વાયરલ થતી હોય છે. અમુક વખત એવી વસ્તુઓ વાયરલ થતી હોય છે. જે જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક એવા જ સમાચાર સામે આવી રહ્યા છે.

જેમાં માણસ જેવું મોઢું ધરાવતા પ્રાણીના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. એલીયન જેવા દેખાતા આ પ્રાણીની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહે છે. આ પ્રાણીની વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેનું મોઢું માણસ જેવું દેખાઈ રહ્યું છે. વાસ્તવિકતામાં જ્યારે આ વિચિત્ર પ્રાણીના ફોટાઓ સામે આવ્યા ત્યારે ભલભલા લોકોના હોશ ઉડી ગયા હતા.

તો ચાલો જાણીએ આ વિચિત્ર અને એલિયન જેવા દેખાતા પ્રાણીની શું હકીકત છે. મળતી માહિતી અનુસાર અજીબો ગરીબ દેખાતું આ વસ્તુ કોઈ જાનવર કે કોઈ એલિયન નથી. પરંતુ આ એક ઇટાલિયન કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું એક વિચિત્ર ચિત્ર છે. મળતી માહિતી અનુસાર ઇટાલિયન કલાકાર લેરા મેગાનુકોએ આ સિલિકોન શિલ્ક તૈયાર કર્યું છે.

એની તસ્વીર થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર સામે આવી હતી. ત્યારબાદ આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. લોકો સુધી આ કલાકારી વિશે પૂરતી માહિતી ન પહોંચતા સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ તસવીરને લઈને નતનવી વાતો થવા લાગી હતી.

ઘણા લોકો તો આને એલિયન પણ કહી રહ્યા હતા. જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે લોકોને તસવીર પાછળની હકીકત સમજાઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રાણી અથવા તો કોઈ એલીયન નથી. પરંતુ ઇટાલિયન કલાકાર દ્વારા બનાવવામાં આવેલી એક શિલ્પ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો