આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે જે સાંભળી અને જોઈને ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. ઘણા બાળકીઓને પોતાના કે અન્યના વાળ ખાવાથી અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે. જે પેટમાં જઈને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બનીને મહાકાય સ્વરૂપ ધારણ કરે છે, જેને તબીબી ભાષામાં ટ્રાઈકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રાઈકોબેઝોર(Trichobezoar) તકલીફ સાથે ગાંધીનગરથી(Gandhinagar) આવેલી આઠ વર્ષની ભૂમિને સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ કઈ રીતે સંપૂર્ણપણે પીડા મુક્ત કરી ચાલો જાણીએ આ રસપ્રદ કિસ્સો.
ગાંધીનગરના એક ગામના વતની અને અમદાવાદમાં મિલમાં મજૂરી કરતા એક વ્યક્તિની દીકરીને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. ત્યાંના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાય આવતા દીકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા જણાવ્યું હતું. પરિવારજનો વિના વિલંબે દીકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.
અહીં તબીબો દ્વારા દર્દીના સી.ટી.સ્કેન, એક્સ રે જેવા જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું, સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સંઘન સર્જરી કરીને બાળકીને પીડા મુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડીસીટીન 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર જયશ્રી રામજી, એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર સોનલ ભાલાવત અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી.
સર્જરી દરમિયાન બાકીના પેટમાં કાપો મૂકી ખોલીને જોયું તો ટીમ સ્તબ્ધ થઈ ગઈ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી, આ વાળના ગુચ્છા એ પેટમાં હોજરીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણોસર તે ગાંઠ બની ગઈ હતી 15 બાય 10 સેન્ટિમીટરની પેટના આકારને આ ગાંઠ ભારે મહેનત પછી સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.
ડોક્ટર જયશ્રી રામજી જણાવે છે કે આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝર તરીકે ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને દીકરીઓ અને કિશોરીઓમાં વધારે જોવા મળે છે, ઘણી છોકરીઓને પોતાના અથવા અન્યના વાળ ખાવાની ટેવ હોય છે. આ ટેવના કારણે આ પ્રકારની સમસ્યા માંથી પસાર થવું પડતું હોય છે, પરિવારને પૂછતા બાળકી ત્રણ વર્ષની હતી. તેને નાની ઉંમરથી જ માથાના વાળ ખાવાની ટેવ પડી હતી, છેલ્લા ઘણા વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઈ રહ્યું હતું.
આ વાતની અમને જાણ થતા અમે દીકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલિંગ પણ કરાવ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળક રોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે, હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઈકો બેઝોર સર્જરી કરવામાં આવી છે. યુવતીઓ અને કિશોરીઓ જેમના વાળ ઓછા થતા હોય અને જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલિંગ કરાવવું પણ જરૂરી છે. જેના થકી આ પ્રકારની સમસ્યાથી બચી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment