મિત્રો આપણે સોશિયલ મીડિયા ઉપર અથવા તો અન્ય માધ્યમ પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે જે સાંભળીને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ. ક્યારેક સમાજમાં એવી ઘટનાઓ બનતી હોય છે જે જૂની પરંપરાને તોડી નાખતી હોય છે.
હાલમાં એક પરિવારે પોતાની પૌત્રીને એક એવી વસ્તુ ગિફ્ટમાં આપી કે ગિફ્ટ જોઈને પૌત્રી રાજીની રેડ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરે તો મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં રહેતા શિક્ષક અશોકભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે રહેતા હતા. 2018માં તેમના દીકરા સૂરજના લગ્ન ફતેહપુર સીકરીની સપના નામની યુવતી સાથે થયા હતા.
લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો. એપ્રિલ 2021માં સૂરજને કોરોના થઈ ગયો હતો અને તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. સૂરજના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સુરજના મોતનો સૌથી મોટો આઘાત તેની પત્નીને લાગ્યો હતો.
સૂરજના મૃત્યુ થયા પછી તેનો ભાઈ મનોજ ચૌધરી, પિતા અશોક ચૌધરી, દાદા સરદારજી તથા પત્ની સપનાનો તો જીવ અટકી જ ગયો હતો. સુરજના ગયા પછી આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયું હતું. પરિવારના લોકોએ હસવાનું બંધ કરી દીધું હતું. પતિના મૃત્યુ બાદ સપના આખો દિવસ રડતી રહેતી હતી. વહુને જોઈને સાસુ સસરા પણ રડવા લાગતા હતા.
ત્યારબાદ વહુની હાલત જોઈને પરિવારને વિચાર આવ્યો કે તેઓ પોતાના વહુના બીજા લગ્ન કરાવે. પરંતુ પરિવારના લોકો પોતાની વહુ અને લાડકી પૌત્રીને પોતાનાથી દૂર જવા દેવા માંગતા ન હતા. તેથી પરિવારના લોકોએ વિચાર્યું કે સૂરજના નાનાભાઈ મનોજ ચૌધરી સાથે સપનાના લગ્ન કરાવી દઈએ.
માતા પિતાની જીદની સામે મનોજ પણ લગ્ન કરવાની હા પાડી દે છે. સપનાને પણ લગ્ન માટે મનાવવામાં આવે છે અને અંતે તે પણ લગ્ન માટે હા પાડી દે છે. જ્યારે લાડકી પૌત્રી અરુણાનો પહેલો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તે જ દિવસે સપના અને મનોજના પણ લગ્ન કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment