હાલ તો રોજબરોજ રાજ્યમાં ઘણા એવા લવજેહાદના કિસ્સાઓ બનતા હોય છે જેમાં હિન્દુ યુવતીઓ પ્રેમજાળમાં ફસાઈ જાય છે અને લાવજેહાદનો કિસ્સો બની જાય છે. હા, આપણે સૌ જાણીએ છીએ કે રામનવમી દરમિયાન જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન ખૂબ જ મોટા તોફાનો અને તોફાની તત્વો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈને રાજ્યભરમાં ખૂબ મોટા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા. હાલ આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું જેમાં ઘણા પ્રશ્નો પણ ઊભા થશે અને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશે ત્યારે વાત જાણે એમ છે કે એક હિંદુ ધર્મની દીકરી અને મુસ્લિમ ધર્મના યુવકની લગ્નની કંકોત્રી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી નજરે પડે છે.
જેનાથી સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો છે. આ કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરું તો મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામની દીકરી જેના 25 તારીખના રોજ લગ્ન થયા હતા અને એ દીકરીના પરિવારે પણ પોતાની ઈચ્છા થઈ તે લગ્ન કરાવ્યા હોવાની વાત પણ જાણવા મળી હતી.
ત્યારે એ લગ્ન માટે કંકોત્રી પણ છપાવવામાં આવી હતી અને હિન્દુ ધર્મના રીતે રિવાજ પ્રમાણે જ લગ્ન પણ કરાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ મુસ્લિમ ધર્મ અનુસાર પણ તેના નિગાહ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સવાલ ઉભો થાય છે કે આંતરધર્મની રીતે આ લગ્ન કેટલા યોગ્ય ગણાય તેનો જવાબ હાલ જનતા પણ માંગી રહી છે કે કોની મંજૂરીથી આ લગ્ન કરવામાં આવ્યા છે.
અને આ લગ્નની ગેરકાયદેસરતા કેટલી છે? એ તમામ ચર્ચાએ જોર પકડ્યું છે. વાત કરીએ તો દીકરીના પરિવારના સભ્યોને પણ સમજાવવામાં આવ્યા હોવા છતાં તેઓ ગેરકાયદેસર રીતે આવા લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તેમના પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું કે તેઓ કોઇક મજબૂરીના કારણે આ પ્રકારના લગ્ન કરી રહ્યા હોય એવું સામે આવ્યું છે.
આપણે સૌ એ નિયમથી પરિચિત છીએ કે અંતર દરમિયાન લગ્ન કરવા હોય ત્યારે ત્રણ મહિના પહેલા જિલ્લા કલેકટરને જાણ કરવી ફરજીયાત છે. એમાંય હિંદુ મુસ્લિમ પરિવાર વચ્ચે આ પ્રકારનો સંબંધ બંધાતો હોય અને આ કેસની અંદર હકીકત શું છે તે તો હજુ સુધી સામે આવી નથી.
હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ કંકોત્રીને લઈને સૌરાષ્ટ્રની અંદર ઘણા લોકોએ તો એ દીકરીના પરિવારના લોકોને ફોન કરીને સમજાવ્યા પણ હતા છતાં પરિવારના લોકોએ બધું જ દીકરી ના નસીબ ઉપર ઠાલવી દીધું છે.આ પરિવારની સાથે જોડાયેલી અમુક એવી ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા ઉપર રહેતી થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment