હે બાપા અમને જામીન મળશે..! શું આજે દેવાયત ખવડ કોર્ટમાં હાજર થશે…તમને શું લાગે છે દેવાયત અને જામીન મળવી જોઈએ કે નહીં..?

રાણો રાણાની રીતે અને ઘોબા ઉપડી જશે જેવા ડાયલોગથી ફેમસ થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડને તમે જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ પોતાની કોબાડ બોલી અને લખણોના કારણે હંમેશા વિવાદોમાં રહે છે. 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા.

ત્યારબાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. 8 દિવસ થઈ ગયા છતાં પણ હજુ દેવાયત ખવડ પોલીસના હાથમાં આવ્યો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ દેવાયત ખવડની જ ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે થોડા દિવસો પહેલા દેવાયત ખવડ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી મૂકી હતી.

ત્યારે આજરોજ આગોતરા જામીનની અરજીની સુનવાણી થઈ શકે તેવી શક્યતાઓ છે. સેશન કોર્ટના દેવાયત ખવડના વકીલ દ્વારા આગોતરા જામીન કરવામાં આવી છે. તો આજે જોવાનું રહ્યું કે દેવાયત ખવડને હાજર થયા પહેલા જ જામીન મળશે કે નહીં..?  થોડાક દિવસો પહેલા મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

આ પ્રેસ કોન્ફરન્સ ની અંદર મયુરસિંહ રાણાના પિતાએ ભાઈ પ્રદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપી દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠ છે. વધુમાં પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસ મારા ખિસ્સામાં છે તેવું દેવાયત ખવડ અને તેમના ભાઈઓ દ્વારા વાતો કરવામાં આવી રહી છે.

જો આગામી 48 કલાકમાં દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો મયુરસિંહ રાણા અને તેમનો પરિવાર દેવાયત ખવડ નો ઉગ્ર વિરોધ કરશે અને આંદોલન પણ કરશે. લગભગ આજે બપોરે 48 કલાક પૂરા થઈ જશે. હજુ પણ દેવાયત ખવડ પોલીસની હાથમાં આવ્યો નથી શું આજે મયુર સિંહ રાણાના પરિવારજનો દ્વારા ઉઘરા આંદોલન કરવામાં આવશે..?

હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ દેવાયત ખવડ ની જે ચર્ચાઓ ચાલી રહી છે. આ એ જ દેવાયત ખવડ છે જે સ્ટેજ પર બેસીને કહેતો હતો કે FIRના ઢગલા થઈ જાય તો પણ મુંજાવાનું ન હોય. આજે તે જ દેવાયત ખવડ માત્ર એક FIR થતાં આઠ દિવસથી ફરાર છે. મિત્રો શું આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ. તમે જ કહો કે દેવાયત ખવડ ને શું સજા થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*