અરે બાપ રે બાપ..! ખતરનાક કિંગ કોબ્રા સાપનો આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય… વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 3:53 pm, Wed, 24 May 23

સોશિયલ મીડિયા પર દરરોજ ના અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આવો વિડિયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. મિત્રો તમને બધાને ખબર છે કે હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહે છે અને ભુક્કા બોલાવતી ગરમી પડી રહે છે. આવી ગરમીમાં લોકો ઘરમાં થી બહાર નીકળતી વખતે પણ પોતાની સાથે પાણીની બોટલ ચોક્કસ લઈ જતા હોય છે.

આવી ભુક્કા બોલાવતી ગરમીમાં ખાલી મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓ પણ ખૂબ જ હેરાન થતા હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રાણીઓ પાણીની શોધમાં નીકળી પડતા હોય છે. ત્યારે આજકાલ એવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખતરનાક કિંગ કોબરા સાપ ગ્લાસમાં પાણી પીતો નજરે પડી રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્લેક કલરનો એક કિંગ કોબરા સાપ જોવા મળી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે કિંગ કોબરા સાપની ગણતરી વિશ્વના સૌથી ઝેરીલા સાપ માં થાય છે. આ કારણે જ લોકો તેને જોતાં જ ભાગી જાય છે. પરંતુ વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને ભલભલા લોકોના પરસેવા છૂટી ગયા છે.

કારણ કે એક વ્યક્તિ કાચના ગ્લાસમાં ખતરનાક કિંગ કોબરા સાપને પાણી પીવડાવતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિંગ કોબરા સાપ કાચના ગ્લાસમાં પોતાનું મોઢું ડુબાડીને પાણી પીતો નજરે પડી રહ્યો છે. નવાઈની વાત એ છે કે સાપને પાણી પીવડાવી રહેલો યુવક સાપથી જરાક પણ ડરતો નથી અને સાપ પણ યુવકને નુકસાન પહોંચાડતો નથી.

 

View this post on Instagram

 

A post shared by beautiful (@thebeautifulshorts)

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો instagram પર thebeautifulshorts નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો 8,000 થી પણ વધારે લોકોએ લાઈક કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો