સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક મહિલાનો ચોંકાવનારો વિડિયો સામે આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાના હાથમાં ખાદ્ય પદાર્થ લઈને તળાવમાં હાથ ફેરવતી નજરે પડી રહે છે.
આટલામાં જ એક માછલી પાણીમાંથી બહાર આવીને મહિલાના હાથમાં રહેલો ખોરાક છીનવી લે છે, આ માછલી ખોરાકની સાથે મહિલાનો હાથ પણ ખેંચી લે છે. અચાનક જ માછલીએ મહિલાના હાથ ઉપર પ્રહાર કર્યો જેના કારણે મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. મહિલાએ માંડ માંડ માછલીના મોઢામાંથી પોતાનો હાથ છોડાવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં મહિલાને કાંઈ થયું નથી. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યો છે કે, મહિલા માછલીને ખાવાનું આપવા માટે તળાવમાં હાથ નાખે છે. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ મહિલાનો વિડીયો બનાવી રહ્યો હોય છે.
omg pic.twitter.com/VFz6GB7J8z
— Enezator (@Enezator) August 3, 2023
પછી જે ઘટના બની તે સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે માછલીના મોઢામાંથી હાથ છોડાવ્યા બાદ મહિલા પોતાનો હાથ જોવે છે. પછી તેને ખબર પડે છે કે તેને કશું થયું નથી એટલા માટે તે હસવા લાગે છે.
વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @Enezator નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 29 લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment