અરે બાપ રે બાપ..! દીકરાની સિગરેટ પીવાની લતથી નારાજ થઈને, માતાએ દીકરાને એવી સજા આપી કે…વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…

સોશિયલ મીડિયા પર આપણે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હોય છે. ત્યારે હાલમાં રુવાટા ઉભા કરી દેનારો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં એક માતા પોતાના દીકરાને એવી ખતરનાક સજા આપે છે કે વીડિયો જોઈને તમે પણ હચમચી જશો. સિગરેટ પીવીએ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાતની જાણ દરેક લોકોને છે. પરંતુ છતાં પણ આજકાલના યુવાનોને સિગરેટની લત લાગી ગઈ છે.

ઘણા એવા લોકો પણ છે જે શોખ તરીકે પણ સિગરેટ પીવે છે. પરંતુ તેમના સિગરેટ પીવાની આદત લાંબા ગાળાના વ્યસનમાં ફેરવાઈ જતી હોય છે. તમે ઘણા શાળા અથવા તો કોલેજના બાળકોને જોયા હશે જેવો સિગરેટો પીતા હોય છે. આવા સમયે બાળકોને સુધારવાની જવાબદારી તેના માતા પિતા ઉપર આવી જતી હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક માં-દીકરાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાના દીકરાના મોઢા ઉપર લાલ મરચાનો પાવડર ઘસતી જોવા મળી રહે છે. દીકરાની સિગરેટ પીવાની લતના કારણે માતા ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેને સુધારવા માટે માતાએ દીકરાને આ સજા આપી હતી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે માતા પોતાના દીકરાનો એક હાથ પકડે છે અને બીજા હાથમાં રહેલો મરચાનો પાવડર દીકરાના ચહેરા ઉપર લગાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ દીકરો પાવડર લગાવવા દેતો નથી પછી ત્યાં બીજી મહિલા આવે છે તે દીકરાના બંને હાથ પકડે છે અને ત્યારબાદ માતા દીકરાના ચહેરા ઉપર મરચાનો પાવડર લગાડે છે.

જેના કારણે દીકરો જોર જોરથી રડવા લાગે છે અને ચીસો પાડવા લાગે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરો ભાગી ન જાય તે માટે માતાએ તેને એક થાંભલા સાથે બાંધી દીધેલો છે. અને ત્યારબાદ તેના ચહેરા ઉપર મરચાનો પાવડર લગાડે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર Ghar Ke Kalesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે માતાએ આ રીતે સજા ન આપવી જોઈએ અને ઘણા લોકો કહી રહ્યા છે જે થયું એ બરોબર થયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*