આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતો સામે આવે છે, જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન દુર્ઘટનાના અનેક સમાચારો વાયરલ થાય છે. ઘણી વખત ટ્રેનના ડબ્બા પર લટકીને મુસાફરી કરતી વખતે તો ક્યારેક ચાલતી ટ્રેનની છત પર બેસીને મુસાફરી કરતી વખતે મુસાફરો અકસ્માત નો ભોગ બનતા હોય છે.
અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ચાલતી ટ્રેનની સામે પાટા પર સૂઈ રહ્યો છે, આવા વિડીયો તમે ભાગ્યે જ જોયા હશે. ઘણી વખત લોકો આત્મહત્યા કરવાના ઇરાદાથી પણ ચાલતી ટ્રેનના પાટા સામે સુઈ જાય છે.
આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં લોકો ટ્રેકની વચ્ચે એવી રીતે સુઈ જાય છે કે આખી ટ્રેન પસાર થઈ ગયા પછી પણ તેમને કંઈ થતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનના પાટા પાસે ઊભેલો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં એક ટ્રેન પસાર થઈ રહી છે, કેટલાક લોકો હાથ ઊંચો કરીને ટ્રેનને રોકવાનો ઇશારો કરી રહ્યા છે. પરંતુ જ્યારે ટ્રેન ઉભી ન રહે ત્યાં સુધીમાં તો એક વ્યક્તિ ચાલતી ટ્રેનની સામે સુઈ જાય છે. જે પછી ત્યાં ઉભેલા લોકો જોર જોરથી બૂમો પાડવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.6 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે ઘણા વપરાશકર્તાઓ આ વિડીયો પર ટિપ્પણી કરી રહ્યા છે.
— 1 Second Before Failure (@ExtremeFaiIs) July 24, 2023
વાયરલ થઈ રહેલો આ વિડીયો વિદેશનો હોવાનું લાગી રહ્યું છે, આપણા દેશમાં પણ ટ્રેન દુર્ઘટનાના અનેક સમાચારો સામે આવે છે. ઘણી વખત મુસાફરોના ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા હોવાના વિડિયો પણ વાયરલ થયા છે. આ સિવાય ટ્રેનની છત પર મુસાફરી કરતા ઘણા વીડિયો સામે આવ્યા છે. આ વિડીયો પર એક યુઝરે કમેન્ટ કરી કે ખરેખર તે આત્મહત્યા કરી રહ્યો છે, આ સાથે ઘણા યુઝર્સે એને રિવર્સ કેમેરાનો યોગ્ય ઉપયોગ ગણાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment