સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા લગ્ન-પ્રસંગના અવારનવાર વિડીયો જોયા હશે. ખાસ કરીને તમે સોશિયલ મીડિયામાં લગ્ન પ્રસંગમાં કરેલા નાગીન ડાન્સના વિડીયો ખૂબ જ જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ લગ્નમાં કરેલા નાગીન ડાન્સના વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ખૂબ જ અલગ અંદાજમાં નાગીન ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. આ વ્યક્તિ નાગીન ડાન્સ કરવામાં મશગૂલ થઈ જાય છે કે તે લગ્નના મંડપ પર ચડીને પણ નાગીન ડાન્સ કરી રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ જમીન પર સાપની જેમને સરકીને ચાલતા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આ વ્યક્તિ મંડપના થાંભલા પર ચઢીને મંડપની ઉપર ચડી જાય છે. ત્યારબાદ મંડપની બીજી બાજુથી લડકીને પણ નાગીન ડાંસ કરી રહ્યો છે.
ત્યારબાદ આવી મંડપ પરથી નીચે ઉતરીને નાગીન ડાન્સ કરવાનું શરૂ કરે છે. ત્યારે નીચે ઊભેલો એક વ્યક્તિ આ વ્યક્તિને નાગીન ડાન્સ કરવા પ્રોત્સાહન આપે છે. આ વ્યક્તિનો નાગીન ડાન્સ જોઈને આસપાસ ઉભેલા લોકો ખડખડાટ હસી પડ્યા છે.
અરે ભાઈ આને કોક ઘરે લઈ જાવ! આ વ્યક્તિએ લગ્નમંડપ પર ચડીને કર્યો એવો નાગીન ડાન્સ કે – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો pic.twitter.com/BCSYV1JzGT
— GUJJU ROCKZ (@gujju_rockz) April 19, 2022
ઉપરાંત આ વ્યક્તિએ કરેલા નાગીન ડાન્સ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને યૂઝર્સ પોતાની અલગ અલગ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment