અરે માંડ માંડ બચ્યા..! સાવ સાંકડી એવી ગલીમાં JCB અને બાઈક આમને-સામને આવતા, એવું કાંઈક બન્યું કે… વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની(accident) ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ જોઈએ છે, જેમાં કેટલાક લોકોનો ચમત્કારી બચાવ(Miraculous rescue) થતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનામાં તેવું જ કાંઈક બન્યું છે. આ ઘટનામાં બાઈકની પાછળ બેઠેલી મહિલા JCBના પાછળના ટાયરની નીચે આવવાથી બચી ગઈ હતી.

માત્ર બે ઇંચની દુરીના કારણે આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક સાંકડી ગલીમાં JCB આવતું નજરે પડી રહ્યું છે. આ દરમિયાન સામેથી બાઈક પર સવાર એક યુવક અને મહિલા આવતા નજરે પડી રહ્યા છે.

આ દરમિયાન બાઇક સવાર યુવક જેસીબીની બાજુમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે. ત્યારે બાઈક ચાલક યુવકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બાઇક અચાનક જ સ્લીપ ખાઈ ગઈ હતી અને બાઈકની પાછળ બેઠેલી મહિલા જેસીબીનાં પાછળના ટાયરની તરફ પડી હતી. ત્યારે મહિલાના માથા અને જશીબેનના ટાયર વચ્ચે બે ઇંચનું અંતર હતું.

આ કારણોસર મહિનાનું માથું JCB ના ટાયરની નીચે આવતા રહી ગયું હતું. આ ઘટના મેરઠમાંથી સામે આવી રહી છે. શુક્રવારના રોજ બપોરે એક મહિલા તેના પુત્ર સાથે બાઈક પર બજારમાંથી ઘરે જઈ રહી હતી. મહિલાની ઉંમર આશરે 50 વર્ષની છે. માં દીકરો બાઈક ઉપર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી એક જસીબી આવી રહ્યું હતું.

જેસીબી નજીક આવતા જ દીકરાએ jcb ની સાઇડમાંથી આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન બાઇક અચાનક જ સ્લીપ ખાઈ ગઈ હતી. બાઈક સ્લીપ ખાઈ જતા જ પાછળ બેઠેલી મહિલા ઉંધા માથે રોડ ઉપર પડી હતી. આ ઘટનામાં સદનસીબે જસીબી અને મહિલા વચ્ચે બે ઇંચ નું અંતર હતું એટલે મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટના બધા જ જેસીબી ચાલકે તરત જ જીસીબી અટકાવી દીધું હતું.

ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી jcb ચાલક તરત જ નીચે ઉતર્યો હતો અને મહિલાને ઉપાડી હતી. આ ઘટના બનતા જ મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી, ત્યારબાદ મહિલાને પાણી પાઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*