સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. બાળકોના ઘણા વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા અને ઘણા વિડીયો જોઈને તમે આશ્ચર્ય ચકિત થઈ ગયા હશે. તમે સોશિયલ મીડિયામાં નાના બાળકોને ગીત ગાતા પણ જોયા હશે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક બાળક અને તેના પિતા નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વિડિયો માં બાળકી તેના પિતાએ ગાયેલા ગીત પર નકલ કરતો દેખાઇ રહે છે. પરંતુ બાળકીનો ગીત ગાવાનો અલગ અંદાજ જોઈને ભલભલા લોકો ખડખડાટ હસી પડ્યા છે.
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં બધા પોતાનો ટેલેન્ટ બતાવીને ફેમસ થઈ શકે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ગિટાર વગાડતા કબીર સિંહ મુવી ‘કેસે હુઆ’ ગીત ગાઈ રહ્યો છે. તેની સામે એક નાનકડો બાળક બેઠો છે.
जब गीत के बोल दिल को अंदर तक छू जाएं.?.
ज़बरदस्त जोड़ी है. God bless kiddo. Lots of love to her. pic.twitter.com/6pAMBZYxrS— Dipanshu Kabra (@ipskabra) March 27, 2022
બાળકી એક નાનકડું ગીટાર લઈને તેના પિતાની સામે બેસી ગઈ છે. નાનકડો બાળકી પોતાના પિતાનું ગીત સાંભળીને અલગ મોજમાં જ દેખાઈ રહે છે. ત્યારબાદ બાળકી પોતાના પિતાની નકલ કરતા એ જ અલગ અંદાજમાં પોતાના પિતાએ ગાયેલું ગીત ગાય છે. બાળકીનો ગીત ગાવાનો અંદાજ જોઈને લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે.
આ વિડીયો ટ્વિટરમાં IPS ઓફિસર DEEPANSHU KABARએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વિડીયો 9 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં લોકો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment