હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ નગર હવેલી, ડાંગમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ છૂટા છવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં છુટા છવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હળવેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે આવતી કાલે એટલે કે 3 સપ્ટેમ્બર અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ત્યારે 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં 5 સપ્ટેમ્બરે ના રોજ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા પાછલા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.