ગુજરાતમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, રાજ્યના જિલ્લાઓ માં મુશળધાર…

Published on: 12:23 pm, Sun, 1 August 21

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 2 અને 3 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર યથાવત્ રહેશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સારે વરસાદી માહોલ જામી શકે છે આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહિસાગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર મધ્યમ વરસાદથી ભારે વરસાદ સુધીનું રહેશે. તેમજ અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ ખાબકશે.

હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર, વલસાડ, નવસારી અને ગીર-સોમનાથ સહિતના પંથકોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના મોટા શહેરોમાં સારોએવો વરસાદી માહોલ જામી શકે છે.

ત્યારે આજરોજ સવારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે.

વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 એજ સાથે સિઝનનો સૌથી વધુ તો 35.19 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, રાજ્યના જિલ્લાઓ માં મુશળધાર…"

Leave a comment

Your email address will not be published.


*