માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત રાજ્યમાં વાતાવરણનો પલટો આવ્યો છે. શનિવારે અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા.
રાજ્યમાં આવા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે રાજ્યમાં હવે આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ત્રણ માર્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં થન્ડર સ્ટ્રોંમ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે.
વડોદરા છોટાઉદેપુર કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે ને ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે
જોકે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે માવઠા બાદ બે ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જોકે આજ બાદ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. શનિવારે સાબરકાંઠા જિલ્લાના વડાલી અને પોશીના પંથક માં કમોસમી વરસાદની સાથે કરા પડ્યા છે
અને વડાલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને અહીં કરા પડતા બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી બાજુ વડાલીમાં કમોસમી વરસાદ વરસતા પંથકના ખેડૂતો ચિતની જ બીજી બાજુ વડાલીમાં કમોસમી વરસાદ વરસતા પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment