ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી નથી રહ્યો. ગુજરાતની આસપાસ હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ બિકાનેર તરફ ખસી ગયું છે જેના કારણે રાજસ્થાન પાસેના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે.
તેમણે આગાહી કરી કે, 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે, ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતને પેસ્ટિસાઈડ ન છાંટવી હોય તો પ્રકાશ પીંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે.
રાજ્યના 3 જિલ્લામાં સૌ ટકાથી વધુ વરસાદ આવ્યો છે. તથા અમદાવાદ સહિત 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ સુધી 50 ટકા પણ વરસાદ પડ્યો નથી. ગુજરાતમાં સરેરાશ 621 મીમી વરસાદ આવ્યો છે. જે કુલ 70.35 ટકા થાય છે. ત્યારે 251 તાલુકાઓમાંથી 42 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ અને 73 તાલુકાઓમાં 500થી 1000 મીમી વચ્ચે વરસાદ પડ્યો છે. તેમજ 101 તાલુકાઓમાં 250 થી 500 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે 35 તાલુકાઓમાં 125 થી 250 મીમી વરસાદ આવ્યો છે. 31 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ આવ્યો છે. 3 જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે સુરેન્દ્રનગરના લીમખેડા તાલુકામાં માત્ર 21.58 ટકા વરસાદ આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 1 જૂનથી આજ સુધીમાં 582 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતા નવ ટકા વરરસાદ વધારે પડ્યો છે. જ્યારે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 3 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો વાત કરીએ ગુજરાતીઓનું મનપસંદ હિલસ્ટેશન માઉન્ટ આબુની તો ત્યાં છેલ્લા બેથી ત્રણ દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હવામાન સરસ થઇ ગયુ છે.