ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ શહેરમાં ખૂબ જ ગરમી બાદ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે અને વરસાદ પણ પડી શકે તેવી શક્યતા.
આગાહી મુજબ આવતીકાલથી રવિવાર સુધી ઉત્તર ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં હળવાસ પડતો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે અને સાથે મધ્યમ વરસાદ પણ પડી શકે છે.
આ ઉપરાંત 20 થી 21 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં શહેરમાં ગરમીની વાત કરીએ તો સુરતમાં 34 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, રાજકોટમાં 39 ડિગ્રી, વડોદરામાં પણ 39 ડિગ્રી, ભાવનગરમાં 38 ડિગ્રી આજે રાજ્યમાં આ તાપમાન નોંધાયા છે.
આ વર્ષે ચોમાસાની વાત કરીએ દેશમાં ચોમાસાનું આગમન સમય કરતાં પહેલા થઇ ગયું છે મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં દક્ષિણ ભાગમાં ચોમાસાનો પ્રવેશ થયો હતો.
ગુજરાતમાં ચોમાસાની વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસુ વહેલુ આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતમાં હળવાસ પડતા વરસાદની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment