ગુજરાતમાં આગામી બે દિવસ ઢેબરીયા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…

Published on: 9:48 am, Tue, 3 August 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી બે દિવસ સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગાહી મુજબ 4 ઓગસ્ટ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગનું માનવું છે કે સાઉથવેસ્ટ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પર હળવા વરસાદનું દબાણ સર્જાયું છે. જેનાથી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ છે. આગાહી મુજબ 4 ઓગસ્ટ બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં બે દિવસમાં સામાન્ય વરસાદની આગાહી બાદ અત્યાર સુધીમાં વરસાદના આંકડા પર નજર નાખીએ તો રાજ્યમાં હજુ પણ જરૂરિયાત કરતાં 36% વરસાદ ઘટે તેઓ દાવો કરવામાં આવ્યો છે.

આગાહી મુજબ આવનારા સમયમાં બંગાળની ખાડી માં લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ નું જોર વધી શકે છે. ખેડૂતો માટે હજુ સુધી તો ચોમાસુ સારું રહ્યું છે. જો આગામી સમયમાં વરસાદનું જોર ઘટશે તો ખેડૂતો માટે ચિંતા ના સમાચાર છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આગાહી મુજબ ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિતના પંથકોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમ જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, દિવ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં 64 તાલુકામાં સારો વરસાદ પડયો છે. આ વર્ષે સૌથી વધુ વરસાદ વલસાડમાં પડ્યો છે. વલસાડમાં સિઝનનો 33.70 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં આગામી બે દિવસ ઢેબરીયા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…"

Leave a comment

Your email address will not be published.


*